Site icon Gujarati Khabar

અમદાવાદની શાળાએ અપનાવ્યો U શેપ બેઠક વ્યવસ્થાનો કન્સેપ્ટ: ગુજરાતમાં પ્રથમવાર પ્રયોગ

આ કન્સેપ્ટ અપનાવીને સ્કૂલે બેક બેન્ચર્સનો કન્સેપ્ટ કાઢી નાખ્યો છે અને U સેપ બેન્ચની બેઠક વ્યવસ્થાથી શિક્ષકનું તમામ વિધાર્થીઓ પર એક સમાન ધ્યાન રહે તેવી વ્યવસ્થા અપનાવી છે.

અમદાવાદ: સામાન્ય રીતે કોઇપણ શાળામાં ક્લાસ રૂમ તમે જુઓ તો તેમાં બેન્ચની બેઠક વ્યવસ્થા અલગ અલગ ત્રણ લાઇનમાં હોય છે. પરંતુ તેનાથી કાંઈક અલગ અમદાવાદની નરોડામાં આવેલી સાઉથ ઇન્ટરનેશનલ સ્કૂલે U શેપ બેન્ચ બેઠક વ્યવસ્થાનો નવતર પ્રયોગ કર્યો છે. આ કન્સેપ્ટ અપનાવીને સ્કૂલે બેક બેન્ચર્સનો કન્સેપ્ટ કાઢી નાખ્યો છે અને U સેપ બેન્ચની બેઠક વ્યવસ્થાથી શિક્ષકનું તમામ વિધાર્થીઓ પર એક સમાન ધ્યાન રહે તેવી વ્યવસ્થા અપનાવી છે.

અમદાવાદની નરોડાની સાઉથ ઇન્ટરનેશનલ સ્કૂલએ ક્લાસરૂમમાં U શેપ બેન્ચની બેઠક વ્યવસ્થાનો પ્રયોગ કર્યો છે. આ પ્રયોગ સાથે આ સ્કૂલ ગુજરાતની પહેલી એવી સ્કૂલ બની છે જેણે ક્લાસરૂમમાં જૂની બેઠક વ્યવસ્થા બદલી છે. હાલ સ્કૂલે આ U શેપ બેન્ચની બેઠક વ્યવસ્થા ત્રણ ક્લાસરૂમમાં કરી છે. ધીરે ધીરે અન્ય ક્લાસરૂમમાં પણ આ પ્રકારની બેઠક વ્યવસ્થા કરવામાં આવશે.

થોડા સમય પહેલા સાઉથની એક મૂવીમાં તેઓએ સ્કૂલના સીનમાં આ પ્રકારની બેઠક વ્યવસ્થાનો કન્સેપ્ટ જોયો હતો. એટલું જ નહી હવે કેટલાની શાળાઓમાં પણ આ પ્રકારની બેઠક શરૂ થઈ ગઈ છે. જ્યારે તમિલનાડુ સરકારે શાળાઓમાં આ U શેપ બેન્ચની બેઠક વ્યવસ્થા ઇમ્પ્લીમેન્ટ કરી દીધી છે. તેવી જ રીતે કર્ણાટકમાં પણ આ પ્રકારે બેઠક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જોકે ગુજરાતમાં હજુ પણ સ્કૂલના ક્લાસરૂમમાં લાઇનમાં ગોઠવેલી બેન્ચીસ પર વિધાર્થીઓ બેસીને અભ્યાસ કરે છે. તેમની સ્કૂલે આ પ્રયોગ કર્યો છે. આ પ્રકારની બેઠક વ્યવસ્થાથી બેક બેન્ચર્સનો કન્સેપ્ટ નીકળી ગયો છે.

શિક્ષકનું તમામ વિધાર્થીઓ પર એક સમાન ધ્યાન રહે છે. એટલું જ નહી શિક્ષક એ કોઈ બાબત પ્રેક્ટિકલ કરીને સમજાવવી હોય તો તેમાં પણ દરેક વિધાર્થીઓ ધ્યાનથી એ પ્રેક્ટીકલ મુદ્દાને જોઈ અને સમજી શકે છે.

શાળાના શિક્ષકોનું માનવું છે કે, લાઇનમાં બેન્ચ ગોઠવેલી હોય તો શરૂઆતની બેથી ત્રણ બેન્ચના વિધાર્થીઓનું અભ્યાસમાં પ્રમાણમાં ઓછું ધ્યાન રહે છે. બીજીતરફ વિદ્યાર્થીઓ પણ આ બેઠક વ્યવસ્થા ને આવકારી રહ્યા છે.
Exit mobile version