Site icon Gujarati Khabar

Stock Market : કંપનીએ કરી મોટી ડીલ !

સોમવારે બજાર ખૂલતાં જ 50 રૂપિયાના એક સ્ટોક પર રોકાણકારોની ખાસ નજર રહેશે. કંપનીએ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સોદો કર્યો છે, જે તેના ગ્લોબલ વિઝન માટે એક નવું પગથિયું સાબિત થઈ શકે છે.

સોમવાર 21 જુલાઈના રોજ બજાર ખુલશે ત્યારે સ્મોલ-કેપ કંપની ‘વન પોઈન્ટ વન સોલ્યુશન્સ’ના શેર ફોકસમાં રહેશે. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે, કંપનીએ એક વ્યૂહાત્મક આંતરરાષ્ટ્રીય અધિગ્રહણની જાહેરાત કરી છે.

બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ (BPM) સર્વિસ પ્રોવાઈડરે કહ્યું છે કે, તે સિંગાપુર આધારિત ITNITY PTE. LTD. કંપનીને 7.6 મિલિયન ડોલરની એન્ટરપ્રાઇઝ વેલ્યૂ પર અધિગ્રહણ કરશે.

આ પગલું ITQUBE Solutions Private Limitedના તાજેતરના અધિગ્રહણ બાદનું છે અને તે કંપનીના વૈશ્વિક વિસ્તરણ અને સેવાઓના વિસ્તાર તરફના સતત પ્રયાસોને દર્શાવે છે.

વન પોઈન્ટ વન સોલ્યુશન્સે એક્સચેન્જોને માહિતી આપી હતી કે, તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની વન પોઈન્ટ વન સિંગાપોર પ્રાઇવેટ લિમિટેડે ‘ITnity પ્રાઇવેટ લિમિટેડ’માં 100 ટકા હિસ્સો ખરીદવા માટે ટર્મ શીટ પર હસ્તાક્ષર કર્યા છે.

સિંગાપુરની આ કંપની ડિજિટલ ગ્રાહક જોડાણ સેવાઓમાં નિષ્ણાત છે અને આ ડીલથી વન પોઈન્ટ વન સોલ્યુશન્સ (OPO)ની ટેક આધારિત કન્ઝ્યુમર સર્વિસ ક્ષમતા વધશે તેવી અપેક્ષા છે.

કંપનીનો ઉદ્દેશ્ય ઓપરેશનલ ઇન્ટિગ્રેશન દ્વારા સિનર્જીને પ્રોત્સાહન આપવાનો અને તેના ડિજિટલ જોડાણ તેમજ કોન્ટેક્ટ સેન્ટર પોર્ટફોલિયોને વિસ્તૃત કરવાનો છે, જેનાથી તે ગ્લોબલ સોલ્યુશન પ્રોવાઇડર તરીકે સ્થાપિત થશે.

વન પોઈન્ટ વન સોલ્યુશન્સ લિમિટેડ બીપીઓ, કેપીઓ, આઇટી, ટેકનોલોજી અને ટ્રાન્સફોર્મેશન તેમજ એનાલિટિક્સમાં સેવાઓ પ્રદાન કરે છે. કંપની બેંકિંગ, વીમા, ટેલિકોમ, ઈ-કોમર્સ અને હેલ્થકેર સહિત અનેક ઉદ્યોગોમાં પણ કાર્યરત છે.

વન પોઈન્ટ વન સોલ્યુશન્સનો સ્ટોક તાજેતરના મહિનાઓમાં ઘટી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં આ સ્ટોક 25 ટકાથી વધુ ઘટ્યો છે. જૂનમાં 19.5 ટકાના ભારે ઘટાડા પછી જુલાઈમાં 1 ટકાથી વધુનો ઘટાડો થયો.

અગાઉ, મે મહિનામાં શેરમાં 6 ટકા અને એપ્રિલમાં 26.4 ટકાનો વધારો થયો હતો. જો કે, આ ગતિ હાલ પૂરતી સ્થિર રહી નથી. માર્ચમાં આ સ્ટોક 5.3 ટકા, ફેબ્રુઆરીમાં 6.7 ટકા અને જાન્યુઆરીમાં 2.3 ટકા ઘટ્યો હતો.

હવે રોકાણકારો એ તરફ ધ્યાન આપી રહ્યા છે કે, શું આ નવી ડીલ કંપનીના શેરને ફરીથી ઊંચી ગતિ અપાવી શકે છે. શુક્રવાર, 1 જુલાઈના રોજ ટ્રેડિંગમાં, વન પોઈન્ટ વન સોલ્યુશન્સના શેર 1.78 ટકાના ઘટાડા સાથે રૂ. 50.12 પર બંધ થયા.

Exit mobile version