રેનો ઇન્ડિયાએ 23 જુલાઈએ ભારતમાં સૌથી સસ્તી 7-સીટર MPV (મલ્ટી પર્પઝ વ્હીકલ) રેનો ટ્રાઇબરનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું. આ ફેસલિફ્ટમાં નવી ડિઝાઇન અને નવા કલર ઓપ્શન સાથે કેટલીક વધારાની સુવિધાઓ આપવામાં આવી છે.
હવે કારમાં સ્ટાન્ડર્ડ તરીકે 21 એડવાન્સ્ડ સેફ્ટી ફીચર્સ ઉપલબ્ધ થશે. ટ્રાઇબરને 4 વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી છે. આમાં ઓથેન્ટિક, ઇવોલ્યુશન, ટેક્નો અને ઇમોશનનો સમાવેશ થાય છે. તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 6.29 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ MPVનું પહેલું મોટું અપડેટ છે, જે 2019 માં પહેલી વાર લોન્ચ કરવામાં આવ્યું હતું.
2025 રેનો ટ્રાઇબર ફેસલિફ્ટ: વેરિએન્ટ વાઇસ કિંમત
વેરિએન્ટ | કિંમત (એક્સ-શોરૂમ) |
ઓથેન્ટિક | ₹6.29 લાખ |
ઇવોલ્યૂશન | ₹7.24 લાખ |
ટેક્નો | ₹7.99 લાખ |
ઇમોશન | ₹8.64 લાખ |
લૂક અને લોગો બદલાઈ ગયો છે
નવી ટ્રાઈબર હવે વધુ પ્રીમિયમ લાગે છે. તેમાં નવી ગ્લોસ-બ્લેક ગ્રિલ, ઇન્ટિગ્રેટેડ LED DRL સાથે ફરીથી ડિઝાઇન કરાયેલ હેડલેમ્પ્સ અને સ્મોક્ડ LED ટેલ લાઇટ્સ છે. આ સાથે, રેનોનો નવો ડાયમંડ-આકારનો લોગો પણ પહેલીવાર કાર પર જોવા મળશે.
ત્રણ નવા કલર ઓપ્શન
હવે તમે ટ્રાઈબરને 3 નવા કલર ઓપ્શનમાં મેળવી શકો છો. તેમાં એમ્બર ટેરાકોટા, શેડો ગ્રે અને ઝાંસ્કર બ્લુ જેવા કલર ઓપ્શન છે
અંદર પણ કેટલાક ખાસ ફેરફારો કરવામાં આવ્યા છે
નવા ટ્રાઈબરનું કેબિન હવે વધુ મોર્ડન ફીલ આપે છે. તેમાં નવી અપહોલ્સ્ટરી ડિઝાઇન, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 360-ડિગ્રી કેમેરા અને એમ્બિયન્ટ લાઇટિંગ પણ છે. હવે તેમાં 8-ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ અને 6 એરબેગ્સ (સ્ટાન્ડર્ડ) છે.
એન્જિન પાવરટ્રેન
તેમાં સમાન 1.0-લિટર પેટ્રોલ એન્જિન મળશે, જે 71bhp પાવર અને 96Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. ટ્રાન્સમિશન વિકલ્પ વિશે વાત કરીએ તો, તેમાં 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ AMT ઓપ્શન છે.
કીલેસ એન્ટ્રી જેવી સુવિધાઓ
આ કાર વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે ટેકનોલોજીથી સજ્જ છે. તેમાં ફ્લોટિંગ 8-ઇંચ ટચસ્ક્રીન અને સ્ટાર્ટ/સ્ટોપ બટન છે. તેમાં કીલેસ એન્ટ્રી છે.