
હવે 15 જુલાઈએ ટેસ્લાનો પહેલો શોરૂમ ભારતમાં ખુલી રહ્યો છે. જેમાં એલોન મસ્ક પણ પોતાની હાજરી આપી શકે છે. આ દિવસે ટેસ્લા ની પહેલી ઇલેક્ટ્રિક કાર પણ લોન્ચ થવાની સંભાવના છે.

લોન્ચ ઈવેન્ટ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં યોજાશે. ટેસ્લા કંપની સૌપ્રથમ પોતાની મોડલ Y કાર લોન્ચ કરશે. જેની આશરે કિંમત 70 લાખ હોવાનું અનુમાન જણાય છે. આ આકાર જર્મની સ્થિત ફેક્ટરી માંથી મેન્યુફેક્ચર કરીને ભારતમાં લાવવામાં આવશે.

ભારતમાં આજે ઈલેક્ટ્રીક કારની માંગ બહુ ઝડપથી વધી રહી છે. શરૂઆતમાં ટેસ્લા દેશની બહારથી વાહનોની આયાત કરશે અને પછી ભારતમાં તેમની ઉત્પાદન કરશે. મોડેલ Y ભારતમાં ટેસ્લાની મુખ્ય કાર હશે, પરંતુ ભવિષ્યમાં કંપની વધુ મોડેલ લાવવાની યોજના બનાવી રહી છે.