Market Today: વૈશ્વિક ચિંતા વચ્ચે બીજા સપ્તાહમાં પણ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો, રૂપિયો 41 પૈસા તૂટ્યો

જોવા જઈએ તો BSE ટેલિકોમ ઇન્ડેક્સ છેલ્લા 4.4% ના ઘટાડા સાથે જોવા મળ્યો હતો. જ્યારે BSE આઈટી ઇન્ડેક્સ 3%, કન્ઝ્યુમર ડ્યૂરેબલ ઇન્ડેક્સ 2.7%, મેટલ, એનર્જી, ઓટો 2% ના ઘટાડા સાથે બંધ થયા હતા. BSE એફએમસીજી ઇન્ડેક્સ 2% વધ્યો.

Market This Week: સતત બીજા અઠવાડિયામાં આજે પણ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો. આનું મુખ્ય કારણ US ટેરિફ આવવાનું જાણવા મળે છે. જેના કારણે બજારમાં અસ્થિરતા જોવા મળી રહી છે. જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં એક એક ટકા નો ઘટાડો જોવા મળ્યો છે. આ સપ્તાહમાં સેન્સેક્સ 932 પોઇન્ટ એટલે કે 1.11% ઘટાડાની સાથે 82500 ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 311 અંક એટલે કે 1.22% ની ઘટાડા સાથે 25150 ના સ્તર પર બંધ થયા હતા.

BSE લાર્જ કેપિંડિક્સમાં એક ટકાનો ઘટાડો જોવા મળ્યો. Titan, Union Bank, Vedanta જેવા શેઅર્સ ટોપ લુજર તરીકે રહ્યા. જ્યારે Godrej Consumer, Waaree Energies, Mankind Pharma, Kotak Bank ના શેઅર્સ માં ઉછાળો જોવા મળ્યો.

BSE મિડકેપ ઇન્ડેક્સ 1 ટકા ના ઘટાડા સાથે બંધ થયો હતો. Bharat Forge, Aarti Industries, Aurobindo Pharma, Sona BLW મા ઘટાડો જોવા મળ્યા હતા. જ્યારે બીજી બાજુ Relaxo Footwears, Nykaa, Delhivery, Emami, Cummins માં 5 થી 11 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

Leave a Comment