કૅટરિના કૈફ અને વિક્કી કૌશલ લાંબા સમય બાદ મુંબઈ નજીક આવેલા અલિબાગ ખાતે વેકેશન માણવા માટે નીકળી પડ્યાં છે. તાજેતરમાં બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. સાથે જ એક્ટ્રેસ પ્રેગ્નેન્ટ હોવાની અટકળો પણ લગાવી રહ્યા છે.
તાજેતરમાં કૅટરિના પતિ વિક્કી સાથે અલિબાગ જવા રવાના થઈ હતી. બંનેનો ક્રુઝ પરથી એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં કૅટરિના અને વિક્કી ટ્વિનિંગ કરેલા જોવા મળ્યા છે. કપલે વ્હાઇટ કલરના આઉટફીટ પહેર્યા છે. સાથે જ સનગ્લાસીસ અને માસ્ક પણ પહેરેલા છે. બંને એકબીજાનો હાથ પકડીને ચાલી રહ્યા છે. બંનેના આ સ્વિટ જેસ્ચર પર લોકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.
જોકે, વીડિયોમાં કૅટરિનાના ઢીલાં કપડાંએ યુઝર્સનું ધ્યાન ખેંચ્યું છે. ઉપરાંત એક્ટ્રેસ ખૂબ શાંત લાગી રહી છે. ત્યારે કૅટરિનાના બદલાયેલા વર્તન અને ઢીલાં કપડાંને જોઈને નેટિઝન્સ અટકળો લગાવી રહ્યા છે કે, કૅટરિના માતા બનવાની છે.
યુઝર્સે કમેન્ટ્સ કરી પ્રેગ્નેન્સીની અટકળો લગાવી
એક યુઝરે લખ્યું કે, ‘તે પ્રેગ્નેન્ટ છે, ભગવાન તેની રક્ષા કરે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આશા છે કે તે પ્રેગ્નેન્ટ હોય.’ બીજા યુઝરે લખ્યું, ‘તે ખરેખર પ્રેગ્નેન્ટ લાગી રહી છે.’ જોકે, કેટલાક યુઝર્સે અન્ય લોકોને અટકળો ન લગાવવા માટે પણ કહ્યું છે. નોંધનીય છે કે, હજુ સુધી કપલ દ્વારા પ્રેગ્નેન્સી અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
લગ્નના 4 મહિના બાદ જ ગુડ ન્યૂઝની ચર્ચા થઈ હતી
નોંધનીય છે કે, 3 વર્ષ પહેલા સોશિયલ મીડિયામાં કૅટરિના કૈફનો મુંબઈ એરપોર્ટનો એક વીડિયો વાઇરલ થયો હતો. કૅટરિના એરપોર્ટથી પોતાની કારમાં બેસવા જતી હતી, દરમિયાન ફોટોગ્રાફર્સે કેટરીનાના ફોટો-વીડિયો લીધો હતો. આ વીડિયો વાઇરલ થતાં ચાહકો ચર્ચા કરવા લાગ્યા કે એક્ટ્રેસ પ્રેગ્નન્ટ છે.
લંડનમાં બાળકને જન્મ આપશે તેવી ચર્ચા
વિક્કી અને કૅટરિના એક વર્ષ પહેલા લંડનમાં વેકેશન માણવા ગયાં હતાં. ત્યારે વેકેશનના ફોટો વાઇરલ થયા હતા. જેમાં વિક્કી અને કૅટરિના વિન્ટર વેર પહેરેલા જોવા મળ્યા હતા. કૅટરિનાએ મોટા કદનો કોટ પહેર્યો હતો, જેના પછી ફેન્સે ફરી કૅટરિનાની પ્રેગ્નેન્સીની અટકળો લગાવી હતી. તે સમયે યુઝર્સે કપલને અભિનંદન પણ પાઠવી દીધા હતા.
વિક્કી- કેટરિનાની લવસ્ટોરી
કૅટરિના કૈફ અને વિક્કી કૌશલની લવ સ્ટોરી પણ રસપ્રદ રહી છે. બોલિવૂડની ડિવા કૅટરિના કૈફ માટે વિક્કી કૌશલના હૃદયમાં કુણી લાગણીઓ હતી. વિક્કીએ એક એવોર્ડ શો દરમિયાન સ્ટેજ પર કૅટરિનાને રમુજી અંદાજમાં પ્રપોઝ કરી હતી. જોકે, બંનેના લગ્ન થયા ત્યાં સુધી તેમણે આ સંબંધને ખાનગી રાખ્યો હતો. કૅટરિનાએ એક વખત જણાવ્યું હતું કે, એવોર્ડ ફંક્શન બાદ કરણ જોહરે હોસ્ટ કરેલી પાર્ટીમાં મળ્યાં હતાં. જ્યાં તેણે ફિલ્મ મેકર ઝોયા અખ્તરને વિક્કી માટેની ફિલિંગ્સ જાહેર કરી હતી. વિક્કી અને કૅટરિનાએ 9 ડિસેમ્બર 2021ના રોજ રાજસ્થાનના માધોપુરના ફોર્ટ બરવાડા ખાતે પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં.
વિક્કી આલિયા અને રણબીર કપૂર સાથે ‘લવ એન્ડ વોર’માં દેખાશે
વર્કફ્રન્ટની વાત કરીએ તો, વિક્કી કૌશલ સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘લવ એન્ડ વોર’માં રિયલ લાઇફ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે જોવા મળશે. ઉપરાંત તે 2026માં ક્રિસમસ પર રિલીઝ થનારી ‘મહાવતાર’ ફિલ્મમાં પણ જોવા મળશે. જ્યારે કૅટરિના કૈફ છેલ્લે વિજય સેતુપતી સાથે 2024માં ‘મેરી ક્રિસમસ’માં જોવા મળી હતી.