આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટીંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ 387 રન બનાવવામાં સફળ રહી હતી.
IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ લોર્ડ્સમાં રમાઈ ગઈ. જેણે ઈંગ્લેન્ડની ટીમે 22 રને જીતી લીધી છે. આ મેચમાં ઈંગ્લેન્ડે ટીમ ઈંડિયા સામે જીત માટે 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પણ ભારતીય ટીમ જવાબમાં 170 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ. બીજી ઈનિંગ્સમાં ટીમ ઈંડિયાનો કોઈ પણ બેટ્સમેન ક્રીઝ પર ટકીને બેટીંગ કરી શક્યો નહોતો, જેના કારણે અંતે હારનો સામનો કરવો પડ્યો.

બંને ટીમે પહેલી ઈનિંગ્સમાં બનાવ્યા હતા 387 રન
આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટીંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ 387 રન બનાવવામાં સફળ રહી હતી. ઈંગ્લેન્ડ માટે પહેલી ઈનિંગ્સમાં જો રુટે સૌથી વધારે 104 રન બનાવ્યા. આ ઉપરાંત જેમી સ્મિથે 51 અને બ્રાયડન કાર્સે 56 રનનું યોગદાન આપ્યું. જવાબમાં ટીમ ઈંડિયા પણ પહેલી ઈનિંગ્સમાં 387 રન બનાવવામાં સફળ રહી હતી. ભારત માટે પહેલી ઈનિંગ્સમાં કેએલ રાહુલે સદી ફટકારી હતી, આ ઉપરાંત ઋષભ પંતે 74 અને રવીન્દ્ર જાડેજાએ 72 રનની ઈનિંગ્સ રમી હતી.

ઈંગ્લેન્ડની ટીમ જ્યારે બીજી ઈનિંગ્સમાં બેટીંગ કરવા માટે આવી તો ત્યાં પણ તેમના બેટ્સમેન કંઈ ખાસ કમાલી કરી શક્યા નહીં. બીજી ઈનિંગ્સામં અંગ્રેજ ટીમની સતત વિકેટ પડતી રહી. ત્યાં પણ જો રુટે ટીમ માટે સૌથી વધારે 40 રન બનાવ્યા. આ ઉપરાંત કપ્તાન બેન સ્ટોક્સે 33 અને બેરી બ્રૂકે 23 રન બનાવ્યા. બીજી ઈનિંગ્સમાં ભારત માટે વોશિંગટન સુંદરે સૌથી વધારે 4 વિકેટ લીધી. તો વળી જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજના ખાતામાં બે-બે વિકેટ આવી. બીજી ઈનિંગ્સમાં ઈંગ્લેન્ડની ટીમ 192 રન બનાવવામાં સફળ રહી હતી.

ભારતીય બેટ્સમેનોએ કર્યા નિરાશ
જે રીતે ટીમ ઈંડિયાના બેટ્સમેનો આ ટેસ્ટ સિરીઝમાં પ્રદર્શન કરી રહ્યા હતા, તેને જોતા તમામને આશા હતી કે ભારત 193 રનના ટાર્ગેટને આસાનીથી પ્રાપ્ત કરી લેશે. પણ ટેસ્ટ મેચમાં ચોથી ઈનિંગ્સનું પ્રેશર અલગ જ લેવલ પર હોય છે અને આવું જ કંઈક ભારતની બેટિંગમાં પણ જોવા મળ્યું. ચોથી ઈનિંગ્સમાં ભારતીય બેટ્સમેન પ્રેશરમાં આઉટ થતાં ગયા. પછી તે યશસ્વી જાયસવાલ હોય કે શુભમન ગિલ કે પછી કરુણ નાયર કોઈ પણ ક્રીઝ પર ટકીને બેટીંગ કરવાની કોશિશ કરી નહીં.