અહીં ભારતના સૌથી વધુ ટેક્સ ભરનાર વ્યક્તિઓની અંગે માહિતી આપવામાં આવી છે:
અમિતાભ બચ્ચન
બોલિવૂડ ના મહાનાયક એવા શ્રી અમિતાભ બચ્ચનએ લાખો ભારતીયો ના દિલો પર રાજ કર્યું છે. તેમની મુખ્ય આવકના સ્રોત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, ફિલ્મો અને સૌનો મનગમતો કાર્યક્રમ “કૌન બનેગા કરોડપતિ” છે. શ્રી અમિતાભ બચ્ચનએ વર્ષ 2024-25માં 120 કરોડ રૂપિયા નો ટેક્સ ચૂકવ્યો છે.
શાહરૂખ ખાન
બોલિવૂડ ના બાદશાહ તરીકે જાણીતા એવા શાહરૂખ ખાનને આજે પણ આપણે બધા રોમાન્સ કિંગ તરીકે ઓળખીએ છીએ. કિંગ ખાન એ દરેક ભારતીય ના દિલ પર રાજ કર્યું છે. તેમની સુપરહિટ ફિલ્મો જેવી કે “કૂછ કચ્છ હોત હૈ” અને “દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે” આજે પણ કરોડો લોકો ના દિલો પર રાજ કરે છે. કિંગ ખાને વર્ષ 2023-24 માં 92 કરોડ રૂપિયા નો ટેક્સ ચૂકવ્યો હતો.
થલપતિ વિજય
દક્ષિણ ભારતીય ફિલ્મો ના સુપરસ્ટાર વિજય થલપતિને આજે કોણ નથી જાણતું. તેમની દરેક ફિલ્મો માં ગજબનું એક્શન જોવા મળતું હોત છે. તેમની ગણી હિટ ફિલ્મો જેવી કે ‘લિયો’ અને ‘ધ ગૂટ’ છે. વિજય એ વર્ષ 2023-24 માં 80 કરોડ રૂપિયા નો ટેક્સ ચૂકવ્યો છે.
સલમાન ખાન
સલમાન ખાનની પર્સનાલિટી થી તો આખું બોલિવૂડ પરિચિત છે. સલમાન ખાન ની મુખ્ય આવક ફિલ્મો, ટીવી શો અને બ્રાન્ડ્સ માંથી થાય છે. સલમાન ખાન એ વર્ષ 2023-24 માં 75 કરોડ રૂપિયા નો ટેક્સ ચૂકવ્યો હતો.
વિરાટ કોહલી
વિરાટ કોહલીને ક્રિકેટ જગત માં આજે કોણ નથી જાણતું. તેઓ ભારતના અને એમજ દુનિયા ના ટોચના રમતવીર માં આવે છે. તેમની મુખ્ય આવક ક્રિકેટ તેમજ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા થાય છે. વિરાટ કોહલી એ વર્ષ 2023-24 માં 66 કરોડ રૂપિયા નો ટેક્સ ચૂકવ્યો હતો.
ખાસ નોંધ:
- આ માહિતી એડવાન્સ ટેક્સ પેમેન્ટ આધારિત છે જે કેટલાક મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાહેર થાય છે.
- ગણી મોટી આવક ધરાવતા લોકો (જેમ કે ઉદ્યોગપતિઓ) તેમના બિઝનેસ ટ્રસ્ટ કે કંપની ના માધ્યમથી ટેક્સ ચૂકવે છે. જે વ્યક્તિગત રેકોર્ડ માં આવતું નથી.
- કરદાતાની વ્યક્તિગત ઓળખ સરકાર સામાન્ય રીતે જાહેર કરતી નથી, આ વિગતો માત્ર જાણીતા લોકો માટે મીડિયા દ્વારા ઉપલબ્ધ છે.