આ કન્સેપ્ટ અપનાવીને સ્કૂલે બેક બેન્ચર્સનો કન્સેપ્ટ કાઢી નાખ્યો છે અને U સેપ બેન્ચની બેઠક વ્યવસ્થાથી શિક્ષકનું તમામ વિધાર્થીઓ પર એક સમાન ધ્યાન રહે તેવી વ્યવસ્થા અપનાવી છે.
અમદાવાદ: સામાન્ય રીતે કોઇપણ શાળામાં ક્લાસ રૂમ તમે જુઓ તો તેમાં બેન્ચની બેઠક વ્યવસ્થા અલગ અલગ ત્રણ લાઇનમાં હોય છે. પરંતુ તેનાથી કાંઈક અલગ અમદાવાદની નરોડામાં આવેલી સાઉથ ઇન્ટરનેશનલ સ્કૂલે U શેપ બેન્ચ બેઠક વ્યવસ્થાનો નવતર પ્રયોગ કર્યો છે. આ કન્સેપ્ટ અપનાવીને સ્કૂલે બેક બેન્ચર્સનો કન્સેપ્ટ કાઢી નાખ્યો છે અને U સેપ બેન્ચની બેઠક વ્યવસ્થાથી શિક્ષકનું તમામ વિધાર્થીઓ પર એક સમાન ધ્યાન રહે તેવી વ્યવસ્થા અપનાવી છે.

અમદાવાદની નરોડાની સાઉથ ઇન્ટરનેશનલ સ્કૂલએ ક્લાસરૂમમાં U શેપ બેન્ચની બેઠક વ્યવસ્થાનો પ્રયોગ કર્યો છે. આ પ્રયોગ સાથે આ સ્કૂલ ગુજરાતની પહેલી એવી સ્કૂલ બની છે જેણે ક્લાસરૂમમાં જૂની બેઠક વ્યવસ્થા બદલી છે. હાલ સ્કૂલે આ U શેપ બેન્ચની બેઠક વ્યવસ્થા ત્રણ ક્લાસરૂમમાં કરી છે. ધીરે ધીરે અન્ય ક્લાસરૂમમાં પણ આ પ્રકારની બેઠક વ્યવસ્થા કરવામાં આવશે.

થોડા સમય પહેલા સાઉથની એક મૂવીમાં તેઓએ સ્કૂલના સીનમાં આ પ્રકારની બેઠક વ્યવસ્થાનો કન્સેપ્ટ જોયો હતો. એટલું જ નહી હવે કેટલાની શાળાઓમાં પણ આ પ્રકારની બેઠક શરૂ થઈ ગઈ છે. જ્યારે તમિલનાડુ સરકારે શાળાઓમાં આ U શેપ બેન્ચની બેઠક વ્યવસ્થા ઇમ્પ્લીમેન્ટ કરી દીધી છે. તેવી જ રીતે કર્ણાટકમાં પણ આ પ્રકારે બેઠક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જોકે ગુજરાતમાં હજુ પણ સ્કૂલના ક્લાસરૂમમાં લાઇનમાં ગોઠવેલી બેન્ચીસ પર વિધાર્થીઓ બેસીને અભ્યાસ કરે છે. તેમની સ્કૂલે આ પ્રયોગ કર્યો છે. આ પ્રકારની બેઠક વ્યવસ્થાથી બેક બેન્ચર્સનો કન્સેપ્ટ નીકળી ગયો છે.

શિક્ષકનું તમામ વિધાર્થીઓ પર એક સમાન ધ્યાન રહે છે. એટલું જ નહી શિક્ષક એ કોઈ બાબત પ્રેક્ટિકલ કરીને સમજાવવી હોય તો તેમાં પણ દરેક વિધાર્થીઓ ધ્યાનથી એ પ્રેક્ટીકલ મુદ્દાને જોઈ અને સમજી શકે છે.
