ટાટા પંચ ફેસલિફ્ટ ટૂંક સમયમાં ભારતીય બજારમાં નવી સુવિધાઓ અને અપડેટ સાથે જોવા મળી શકે છે. આ વખતે આ વર્ઝનમાં બહારના દેખાવમાં મોટો ફેરફાર થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. ચાલો વિગતમાં જાણીએ

ટાટા પંચ ફેસલીફ્ટ ફીચર્સ
સૂત્રોના અનુસાર ટાટા પંચ નું નવું ફેસલીફ્ટ મોડેલ ઓક્ટોબર 2025 માં તહેવારોની સિઝનમાં લોન્ચ થવાની સંભાવના છે. આ મોડલમાં ખાલી બાહ્ય દેખાવ અને ડિઝાઇન જ નહીં પરંતુ સુવિધાઓ અને ટેકનોલોજીમાં પણ સુધાર થવાની શક્યતા છે જેના કારણે આ મોડલ વધુ આકર્ષિત બની શકે છે.

EV જેવી ડિઝાઇન
ટાટા પંચ ફેસલીફ્ટ 2025 ની મોટાભાગની ડિઝાઇન એવી દ્વારા લેવામાં આવી છે. જેમાં એલઇડી હેડલેમ્પ્સ, નવી ગ્રીલ અને ફ્રેશ ફ્રન્ટ બમ્પર નો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં EV મોડેલ જેવા C શેપના ડીઆરએલ નો ઉપયોગ થઈ શકે છે.
ટાટા પંચના આ ફેસ લિફ્ટ માં રીયલ બમ્પરમાં અને એલોય વ્હીલમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. જેના સાથે આ મીની SUV પહેલા કરતા પણ બહુ જ આકર્ષક અને યુથ ફ્રેન્ડલી જોવા મળી રહી છે, જે યુવા ગ્રાહકોને બહુ આકર્ષિત કરશે.
અદ્યતન ટેકનોલોજી જોવા મળશે ઇન્ટિરિયર માં
ટાટા પંચના ઇન્ટિરિયરમાં પણ આધુનિક ટેકનોલોજીનો બહુ ભરપૂર માત્રામાં ઉપયોગ થયો છે. જેમાં 10.25 ઇંચની મોટી ટચ સ્ક્રીન નો પણ ઉપયોગ થયેલો છે. જે વધુ સારા ટચ નો અનુભવ આપે છે. આઈ એસ યુ એમાં સંપૂર્ણપણે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર હશે, જે ડ્રાઇવરને બધી માહિતી પૂરી પાડી શકશે.
એન્જિનમાં કોઈ ફેરફાર થશે નહીં
ટાટા પંચ ફેસલીફ્ટનું એન્જિન પહેલા જેવું જ 1.2 લિટર, 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન હશે. જે 86 bhp પાવર અને 113 nm ટોર્ક ઉત્પન્ન કરી શકે છે. કારમાં 5 સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ જોવા મળશે. CNG વર્ઝનમાં પણ એ જ એન્જિન જોવા મળશે જે 73.4 bhp પાવર અને 103 nm ટોર્ક ઉત્પન્ન કરી શકશે. CNG વર્ઝનમાં પણ AMT ગિયરબોક્સનો વિકલ્પ જોવા મળી શકે છે.
ભાવમાં થોડો વધારો થઈ શકે છે
હાલમાં ટાટા પંચ ની કિંમત 6.20 લાખથી લઈને 10.32 લાખ રૂપિયા સુધી જોવા મળી રહી છે. પરંતુ નવા ફેસલીફ્ટમાં ડિઝાઇન અને બીજા અન્ય ટેકનોલોજી ના સુધારાને લીધે કિંમતમાં વધારો થઈ શકે છે. હાલમાં જે ટાટા પંચમાં બધા વર્ઝન જોવા મળી રહ્યા છે એ બધા વર્ઝન પણ ફેસલીફ્ટમાં જોવા મળવાના છે.

નવી SUV સ્કાર્લેટ પણ જોવા મળશે
ટાટા મોટર્સ પંચ સાથે બીજી SUV સ્કાર્લેટ પર પણ કામ કરી રહી છે. આ SUV પંચ અને નેક્સોન ની વચ્ચે આવશે. જેમાં ICE (ઇન્ટર્નલ કમ્બશન એન્જિન) અને EV (ઈલેક્ટ્રીક વ્હીકલ) બંને વિકલ્પ આપવામાં આવશે. આ SUV ઓછી કિંમતમાં વધુ સ્ટાઇલિશ લુક સાથે લોન્ચ થશે. જે યુવા લોકો ને વધુ આકર્ષિત કરશે.