Site icon Gujarati Khabar

Royal Enfield to launch 750cc engine bike in Indian market:લુક જોઈને યુવાનો બની જશે ચાહક

રોયલ એનફિલ્ડ ટૂંક સમયમાં બજારમાં સૌથી મોટા એન્જિન વાળી બાઇક લોન્ચ કરી શકે છે. આ બાઇક કોન્ટિનેન્ટલ GT 650 નું મોટું વર્ઝન છે. તાજેતરમાં ટેસ્ટિંગ દરમિયાન આ બાઈક જોવા મળ્યું છે.

રોયલ એનફિલ્ડ, જે ભારતમાં ક્રુઝર બાઇકની દુનિયાનુ મોટુ નામ છે, તે ટૂંક સમયમાં બજારમાં 750cc એન્જિન વાળી નવી બાઇક લોન્ચ કરી શકે છે. 8 વર્ષ પહેલાં, રોયલ એનફિલ્ડે ઇન્ટરસેપ્ટર 650 અને કોન્ટિનેન્ટલ GT 650 દ્વારા ભારતીય અને વિશ્વ બજારમાં સસ્તી 650ccની બાઇક રજૂ કરી હતી. હવે કંપની એક ડગલું આગળ વધીને 750 cc સેગમેન્ટમાં પ્રવેશ કરવા જઈ રહી છે. તાજેતરમાં ભારતમાં ટેસ્ટિંગ દરમિયાન કોન્ટિનેન્ટલ GT-R 750 જોવા મળી છે. આ નવું 750 cc એન્જિન ઇન્ટરસેપ્ટરમાં પણ ઉપલબ્ધ થશે.

અહેવાલો અનુસાર, 750 cc સેગમેન્ટમાં રોયલ એનફિલ્ડની પહેલી એન્ટ્રી કોન્ટિનેન્ટલ GT-R ના રૂપમાં હશે. મીડિયા રિપોર્ટમાં સ્પાય ઇમેજ પરથી બાઇકની નવી ડિઝાઇન જાહેર કરવામાં આવી છે. તેને અત્યાર સુધીની સૌથી સ્પોર્ટી અને સૌથી શક્તિશાળી કોન્ટિનેન્ટલ GT માનવામાં આવે છે. તે એક કાફે રેસર સ્ટાઇલનું બાઇક છે, તેમાં થોડો વળેલો રાઇડિંગ પોઝ અને ટિલ્ટેડ ફૂટ પેગ્સ છે. પાછળના ભાગમાં રેટ્રો સ્ટાઇલ રાઉન્ડ ઇન્ડિકેટર્સ અને ક્રોમ ફિનિશ જોવા મળશે. પાછળના ભાગમાં ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટ ચોંટાડવામાં આવ્યા હોવાથી સીટનો ભાગ દેખાતો નહોતો.

બાઇકની ડિઝાઇન કેવી હશે

આ નવી બાઇક નવા પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે અને રોયલ એનફિલ્ડમાં પહેલીવાર ડ્યુઅલ ફ્રન્ટ ડિસ્ક બ્રેક્સ આપવામાં આવ્યા છે. પાછળના ભાગમાં સિંગલ ડિસ્ક બ્રેક અને ક્રોમ ફિનિશ સાથે ટ્વીન એક્ઝોસ્ટ છે, જે GT 650 જેવું જ દેખાય છે. બાઇક સંપૂર્ણપણે કવર હેઠળ હતી, તેથી તે ખૂબ સ્પષ્ટ રીતે દેખાતી નહોતી, પરંતુ એવી અપેક્ષા છે કે તેમાં પાછળના ભાગમાં અપસાઇડ-ડાઉન ફ્રન્ટ ફોર્ક્સ અને કોઇલ સસ્પેન્શન મળશે. આ સાથે, ઓલ-બ્લેક એલોય વ્હીલ્સ, ટ્યુબલેસ ટાયર અને ક્લિપ-ઓન હેન્ડલબાર પણ આપવામાં આવ્યા છે.

આ બાઇક ક્યારે લોન્ચ થશે

આ બાઇકમાં 750 સીસી એન્જિન હશે, જે 650 સીસી એન્જિનની ડિઝાઇન પર આધારિત છે, પરંતુ રોડ પરનું તેનુ પ્રદર્શન સુધારવા માટે તેને મોટી બનાવવામાં આવી છે. હાલનું 650 સીસી એન્જિન 46.3 બીએચપી પાવર અને 52.3 એનએમ ટોર્ક ઉત્પન્ન કરે છે. નવી 750 સીસી કોન્ટિનેન્ટલ જીટી નવેમ્બરમાં ઇટાલીના મિલાનમાં યોજાનારી EICMA ટુ-વ્હીલર ઇવેન્ટમાં બતાવવામાં આવી શકે છે અને ભારતમાં તેનું લોન્ચિંગ 2026 ના પ્રથમ છ મહિનામાં થઈ શકે છે.

Exit mobile version