આ છે દુનિયાનો સૌથી વધુ જોવાયેલો TV શો, 25 દિવસમાં મળ્યા હતા 85 કરોડ વ્યુઝ, ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યુ છે સ્થાન
આ શો વિશ્વભરમાં સૌથી વધુ જોવાયેલો ટીવી શો છે. જેનુ નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલુ છે. 25 દિવસમાં આ શોને 85 કરોડ વ્યુઝ મળ્યા હતા. IMDb પર પણ તેને 10માંથી 9.1 રેટીંગ છે. જાણો ક્યો હતો આ શો.
આ શોને જોવા માટે રસ્તાઓ થઈ જતા હતા સુમસામ: 1970 અને 198ના દાયકામાં ભારતમાં નવા-નવા ટીવી આવ્યા હતા. એ સમયે એક શો હતો, જે સમગ્ર દેશને એકસાથે લાવતો હતો. જ્યારે આ શો ટેલિકાસ્ટ થતો તો રસ્તાઓ સુમસામ થઈ જા હતા અને લોકો તેમના તમામ કામકાજ છોડી ટીવીની સામે બેસી જતા હતા. ત્યાં સુધી કે બસ અને ટ્રેન પણ લેટ થઈ જતી હતી. કારણ કે દરેક વ્યક્તિ તેને જોતો હતો. તેના કિરદારોને લોકો દેવી-દેવતાની જેમ પૂજવા લાગ્યા હતા. આ શોએ લોકોના જીવન અને મન મસ્તિષ્ક પર ઉંડી છાપ છોડી હતી.

દર રવિવારે સવારે 9.30 થતા જ લોકો ટીવી સામે બેસી જતા: દર રવિવારે સવારે 9.30 થતા જ લોકો ટીવી સામે ગોઠવાઈ જતા હતા, રામાનંદ સાગરે બહુ સમજી વિચારીને અને બહુ મહેનતથી તેને બનાવ્યુ હતુ. તેમણે 14 અલગ અલગ રામાયણોનું અધ્યયન કરી તેની કથાવસ્તુ યોગ્ય રીતે બતાવી હતી.

શો ના દરેક કિરદારે જીત્યુ હતુ દિલ: આ શો માં ભગવાન રામના જીવનના સંપૂર્ણ વાર્તા બતાવવામાં આવી હતી. તેમના જન્મથી લઈને વનવાસ, સીતા હરણ, રાવણ વધ અને ત્યારબાદ અયોધ્યા પરત ફરવા સુધીનું બધુ જ. રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન અને રાવણ જેવા કિરદારોને લોકોએ દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યુ હતુ.

અરુણ ગોવિલથી લઈને દિપીકા ચિખલીયા સુધી: રામનો કિરદાર અરુણ ગોવિલે નિભાવ્યો હતો. સીતાનો કિરદાર દિપીક ચિખલિયા અને હનુમાનનો કિરદાર દારાસિંહે નિભાવ્યો હતો. રાવણનો રોલ અરવિંદ ત્રિવેદીએ નિભાવ્યો હતો. આ કિરદારો એટલા લોકપ્રિય થયા હતા કે લોકો તેને સાક્ષાત ભગવાન માનવા લાગ્યા હતા.
