ફિલ્મનું બજેટ 40 કરોડ રૂપિયા રાખવામાં આવ્યું હતું. જેના સામે આ ફિલ્મે પોતાના પહેલા જ અઠવાડિયામાં 29.57 કરોડની કમાણી કરીને આપી છે.

“મેટ્રો ઇન દિનો” ફિલ્મને રિલીઝ થયા આજે એક અઠવાડિયું થઈ ગયું છે. જેમાં સારા અલી ખાન અને આદિત્ય રોય કપૂર જેવા અભિનેતાઓ જોવા મળે છે. 40 કરોડના બજેટમાં બનેલી ફિલ્મે આજે 29.97 કરોડની કમાણી કરીને આપી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફિલ્મમાં સાચી અને ભાવાત્મક વાર્તા બતાવવામાં આવી છે. જેની મુખ્ય કહાની સામાન્ય લોકોના સાથે જોડાયેલી છે. 40 કરોડના બજેટમાં સાથ કરોડ રૂપિયા પ્રિન્ટ અને જાહેરાતમાં ખર્ચ કરવામાં આવ્યા છે.

અનુરાગ બાસુ આ ફિલ્મના ડાયરેક્ટર છે
ડાયરેક્ટર અનુરાગ બાસુની આ ફિલ્મ ચાર જુલાઈના દિવસે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 2007માં રિલીઝ થયેલી “લાઈફ ઈન મેટ્રો” ની સિક્વલ છે. મેટ્રો ઇન દિનો આ ફિલ્મ આપણે રોજના રોજિંદા જીવનમાં જીવતા કાર્યો અને વ્યવહારો પર આધારિત છે.
ફિલ્મના સ્ટાર્સ
આ ફિલ્મમાં સારા અલી ખાન અને આદિત્ય રોય કપૂર ઉપરાંત અનુપમ ખેર, નીના ગુપ્તા, પંકજ ત્રિપાઠી, કોંકણા સેન શર્મા, અલી ફઝલ અને ફાતિમા સના શેખ મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળી રહ્યા છે.