GST Collection In July Reached ₹1.96 Lakh Crore:ગયા વર્ષની સરખામણીમાં 7.5%નો વધારો; જૂનમાં GSTમાંથી ₹1.85 લાખ કરોડ ભેગા થયા હતા

સરકારે જુલાઈ 2025માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)થી 1.96 લાખ કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. વાર્ષિક ધોરણે તેમાં 7.5%નો વધારો થયો છે. શુક્રવાર, 1 ઓગસ્ટ, 2024ના રોજ જાહેર કરાયેલા આંકડા અનુસાર, એક વર્ષ પહેલા એટલે કે જુલાઈ 2024માં, સરકારે 1.82 લાખ કરોડ રૂપિયા GST કલેક્ટ કર્યા હતા.

આ વર્ષે જૂનની સરખામણીમાં જુલાઈમાં 11 હજાર કરોડ રૂપિયાનો GST કલેક્શન વધ્યું છે. જૂનમાં1.85 લાખ કરોડ રૂપિયાનો GST કલેક્શન થયું હતું. અગાઉ, એપ્રિલ 2025માં જીએસટી તરીકે રેકોર્ડ 2.37 લાખ કરોડ રૂપિયા અને મે મહિનામાં 2.01 લાખ કરોડ રૂપિયા એકત્રિત થયા હતા.

GSTને 8 વર્ષ પૂર્ણ થયા

ગયા મહિને, દેશમાં GST લાગુ થયાને 8 વર્ષ પૂર્ણ થયા છે. 1 જુલાઈ 2017ના રોજ દેશમાં GST લાગુ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન, કર વસૂલાતના આંકડાઓએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં, કુલ GST વસૂલાત 22.08 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જે 5 વર્ષ પહેલા 2020-21માં માત્ર 11.37 લાખ કરોડ રૂપિયા હતી.

એટલે કે, 5 વર્ષમાં કર વસૂલાત લગભગ બમણી થઈ ગઈ છે. 2024-25માં દર મહિને સરેરાશ GST વસૂલાત 1.84 લાખ કરોડ રૂપિયા હતી. 5 વર્ષ પહેલા 2020-21માં આ 95 હજાર કરોડ રૂપિયા હતી.

કરદાતાઓની સંખ્યા પણ બમણીથી વધુ થઈ ગઈ

2017માં GST લાગુ થયા સમયે, નોંધાયેલા કરદાતાઓની સંખ્યા 65 લાખ હતી, જે હવે વધીને 1.51 કરોડથી વધુ થઈ ગઈ છે. આનાથી સરકારનો ટેક્સ બેઝ પણ મજબૂત બન્યો છે.

સરકારનું કહેવું છે કે GST લાગુ થયા પછી, ટેક્સ કલેક્શન અને ટેક્સ બેઝ બંનેમાં જબરદસ્ત વધારો થયો છે. આનાથી દેશની રાજકોષીય સ્થિતિ મજબૂત થઈ છે અને કર વ્યવસ્થા વધુ પારદર્શક અને સરળ બની છે.

એપ્રિલ 2025માં ઇતિહાસનો સૌથી મોટુ ટેક્સ કલેક્શન

સરકારે એપ્રિલ 2025માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માંથી 2.37 લાખ કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા. વાર્ષિક ધોરણે તેમાં 12.6% નો વધારો થયો હતો. આ GST કલેક્શનનો રેકોર્ડ છે.

અગાઉ, એપ્રિલ 2024માં સૌથી વધુ GST કલેક્શનનો રેકોર્ડ બન્યો હતો. ત્યારે સરકારે 2.10 લાખ કરોડ રૂપિયા કલેક્શન કર્યા હતા.

GST કલેક્શન અર્થતંત્રનું હેલ્થ દર્શાવે છે

GST કલેક્શન આર્થિક સ્વાસ્થ્યનું એક મહત્વપૂર્ણ સૂચક છે. હાયર કલેક્શન મજબૂત ગ્રાહક ખર્ચ, ઔદ્યોગિક પ્રવૃત્તિ અને અસરકારક કર પાલન સૂચવે છે.

એપ્રિલ મહિનો એવો હોય છે જ્યારે વ્યવસાયો માર્ચ મહિનાથી વર્ષના અંતના વ્યવહારો ક્લિયર કરે છે, જેના કારણે ટેક્સ ફાઇલિંગ અને કલેક્શનમાં વધારો થાય છે. KPMGના નેશનલ હેડ અભિષેક જૈને જણાવ્યું હતું કે અત્યાર સુધીનો સૌથી વધુ GST કલેક્શન મજબૂત સ્થાનિક અર્થતંત્રને દર્શાવે છે.

2017માં GST લાગુ કરવામાં આવ્યો હતો

સરકારે 1 જુલાઈ 2017ના રોજ દેશભરમાં GST લાગુ કર્યો. આ પછી, કેન્દ્ર અને રાજ્ય સરકારોના 17 કર અને 13 સેસ દૂર કરવામાં આવ્યા. GSTના 7 વર્ષ પૂર્ણ થવા પર, નાણા મંત્રાલયે છેલ્લા સાત વર્ષ દરમિયાન થયેલી સિદ્ધિઓ વિશે પોસ્ટ કરી.

GST એક ઈનડાયરેક્ટ ટેક્સ છે. તે 2017માં VAT, સર્વિસ ટેક્સ, ખરીદી ટેક્સ, એક્સાઇઝ ડ્યુટી જેવા વિવિધ ઈનડાયરેક્ટ ટેક્સને રિપ્લેસ કરવા માટે લાગુ કરવામાં આવ્યો હતો. GST માં 5, 12, 18 અને 28% ના ચાર સ્લેબ છે.

GST ચાર ભાગોમાં વહેંચાયેલું છે:
  • CGST (સેન્ટ્રલ GST): કેન્દ્ર સરકાર દ્વારા એકત્રિત કરવામાં આવે છે.
  • SGST (સ્ટેટ GST): રાજ્ય સરકારો દ્વારા એકત્રિત કરવામાં આવે છે.
  • IGST (સંકલિત GST): કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વિભાજિત, આંતર-રાજ્ય વ્યવહારો અને આયાત પર લાગુ.
  • સેસ: ચોક્કસ હેતુ માટે ભંડોળ એકત્ર કરવા માટે સ્પેસિફિક ગુડ્સ (દા.ત., લક્ઝરી વસ્તુઓ, તમાકુ) પર લાદવામાં આવતી વધારાની ડ્યુટી.

Leave a Comment