Site icon Gujarati Khabar

તૈયાર થઈ જાવ! 40 દિવસ બાદ લોન્ચ થશે મારુતિની પહેલી ઈલેક્ટ્રિક કાર e-Vitara, 7 એરબેગ્સ સાથે 10 કલર ઓપ્શન, સિંગલ ચાર્જમાં 428KM રેન્જ

મારુતિ સુઝુકીની ઇલેક્ટ્રિક કાર 3 સપ્ટેમ્બર 2025 ના રોજ લોન્ચ થવા જઈ રહી છે. ગ્રાહકો માટે કુલ 10 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ રહેશે. આ કારનું એન્જિન અને રેન્જ પણ શાનદાર રહેશે. સિંગલ ચાર્જમાં 428 કિમીની રેન્જ મળશે.

કાર કંપની મારૂતિ સુઝુકીએ લાંબી રાહ બાદ પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર e-Vitaraની લોન્ચિંગની જાહેરાત કરી છે. કંપનીની આ ફોર વ્હીલર 3 સપ્ટેમ્બર, 2025ના રોજ ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. આ પહેલા Maruti e-Vitara કારને ઇન્ડિયન મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025માં રજૂ કરવામાં આવી હતી. તો ચાલો જાણી આ કારના ફીચર્સ સહિત તમામ જાણકારી.

Maruti e-Vitaraની બેટરી અને રેન્જ
Maruti e-Vitara કારમાં બે બેટરી ઓપ્શન્સ હશે. જેમાં એક છે 49 kWh અને બીજી 61 kWh હશે, જે LFP (લિથિયમ ફેરો ફોસ્ફેટ) બ્લેડ સેલ પેક હશે. આ બેટરી BYD દ્વારા સપ્લાય કરવામાં આવે છે.

જો આપણે Maruti e-Vitara કારની રેન્જની વાત કરીએ તો, 49 kWh બેટરી 346 કિમી (WLTP)ની રેન્જ આપે છે. સિંગલ મોટર વર્ઝન 142 bhp પાવર આપે છે. જ્યારે, 61 kWh બેટરી સાથે સિંગલ મોટર વર્ઝન 428 કિમી રેન્જ અને 181 bhp પાવર આપે છે.

Maruti e-Vitara કલર ઓપ્શન
Maruti e-Vitara કારને કંપની કુલ 10 કલર ઓપ્શન સાથે લોન્ચ કરશે, જેમાં 6 મોનો ટોન અને 4 ડ્યુઅલ ટોન સામેલ છે. મોનો ટોનમાં કલર ઓપ્શન્સ જોઇએ તો Nexa Blue, Arctic White, Grandeur Grey, Opulent Red, Splendid Silver સામેલ છે.

Maruti e-Vitara ફીચર્સ
Maruti e-Vitaraને પ્રીમીયમ ટચ આપવા માટે LED હેડલાઇટ, DRLs અને ટેલલેમ્પ્સ જેવા ફીચર્સ સામેલ છે. SUVમાં 18 ઇંચ વ્હીલ્સ અને એક્ટિવ એર વેન્ટ ગ્રિલ મળશે, જે એરોડાયનેમિક એફીશિએન્સી વધારે છે. આ ઉપરાંત પેનારોમિક સનરૂફ, મલ્ટી કલર એમ્બિએન્ટ લાઇટિંગ અને ડિજીટલ ફીચર્સ મળવાની શક્યતા છે. 10.1 ઇંચ ટચસ્ક્રિન ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ (એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ) અને 10.25 ડિજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર સામેલ કરવામાં આવ્યા છે.

Maruti e-Vitara સેફ્ટી ફીચર્સ
કંપની દ્વારા આ ઇલેક્ટ્રિક કારમાં ADAS સિસ્ટમ લગાવવામાં આવશે, જેમાં એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ અને લેન કીપ એસિસ્ટ જેવા એડવાન્સ સેફ્ટી ફીચર્સ સામેલ છે. એસયૂવીમાં ડ્રાઇવર અને મુસાફરોને 7 એરબેગ્સની સુવિધા મળશે. આ ઉપરાંત બ્લાઇન્ડ સ્પોટ મોનિટર, ટાયર પ્રેશર મોનિટર, ફ્રન્ટ/રેર પાર્કિંગ સેન્સર અને 360 ડિગ્રી કેમેરા લાગશે.

Maruti e-Vitaraની પ્રાઇસ
રીપોર્ટ્સ અનુસાર Maruti e-Vitaraની કિંમત આશરે 17થી 18 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) હોઈ શકે છે. તો આ કારની ટોપ સ્પેક વેરિએન્ટ પ્રાઇસ 25 લાખ રૂપિયાની આસપાસ હોય શકે છે.

Exit mobile version