4% DA hike possible: સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર

સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર આવી રહી છે. લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા મોંઘવારી ભથ્થા(DA) માં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. જુલાઈ 2025 થી DA માં 4% નો વધારો મળી શકે છે. આ વધારાથી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોટો ઉછાળો આવશે જે તેમની વધતી મોંઘવારી સામે રાહત આપશે.

જુલાઈ થી મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થવાની સંભાવના છે.

DAની જાહેરાત ક્યારે આવશે?

નવો ડીએ જુલાઈ 2025 થી અમલમાં આવશે સરકાર સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં જાહેરાત કરે છે પણ તહેવારોની મોસમ શરૂ થવાની હોવાથી દિવાળીની આસપાસ મોટી જાહેરાત થઈ શકે છે કર્મચારીઓને પેન્શનરો આ સમાચારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

જુલાઈ-ડિસેમ્બર 2025 નો આ વધારો સાતમાં પગાર પંચ હેઠળનો છેલ્લો વધારો હશે કારણ કે આ કમિશનનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025 ના રોજ સમાપ્ત થાય છે.

બીજી બાજુ આઠમા પગાર પંચની જાહેરાત જાન્યુઆરી 2025 માં કરવામાં આવી છે પરંતુ તેના ચેરમેન અને પેનલ શબ્દોના નામ હજુ સુધી નક્કી કરવામાં આવ્યા નથી.

8મા પગાર પંચમાં બે વર્ષનો વિલંબ શક્ય છે.

જો આપણે અગાઉના પગાર પંચ નો ઇતિહાસ જોઈએ તો ભલામણો લાગુ કરવામાં 18 થી 24 મહિનાનો સમય લાગે છે. આવી પરિસ્થિતિમાં આઠમાં પગાર પંચની ભલામણો 2027 સુધીમાં લાગુ થવાની સંભાવના છે. આનો અર્થ એ થાય છે કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો તેમના હાલના મૂળ પગાર પર DA માં ઘણા વધુ વધારો મળતો રહેશે.

આઠમો પગાર પંચમાં ચોક્કસપણે વિલંબ થશે, પરંતુ કર્મચારીઓ માટે રાહત એ છે કે સરકાર એક જાન્યુઆરી 2026 થી લાગુ થતા પગાર અને પેન્શનના લાભો બાકી રકમના રૂપમાં આપશે, એટલે કર્મચારીઓને લાભ જ નહીં પરંતુ બાકી રકમ પણ એક સાથે આપવામાં આવશે.

 

Leave a Comment