Asia Cup 2025માં ભારત-પાકિસ્તાન વચ્ચે થશે ટક્કર, ઈન્ડિયાની યજમાનીમાં આ દેશમાં યોજાશે ટુનામેન્ટ

Asia Cup 2025: ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખી શકાય છે. આ ઉપરાંત, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તટસ્થ સ્થળે ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે સંમતિ આપી છે.

Asia Cup 2025: આ વર્ષે એશિયા કપ યોજાવાનો છે. જોકે, આ ટુર્નામેન્ટનું શિડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખી શકાય છે. આ ઉપરાંત, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તટસ્થ સ્થળે ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે સંમતિ આપી છે.

UAE માં આયોજિત થઈ શકે છે

સમાચાર એજન્સી PTI એ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) સાથે સંકળાયેલા એક સૂત્રને ટાંકીને કહ્યું હતું કે, ‘BCCI સપ્ટેમ્બરમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) માં એશિયા કપનું આયોજન કરી શકે છે. ટુર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાન મેચની શક્યતા છે.’ BCCI સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું હતું કે એશિયા કપ અંગે થોડા દિવસોમાં જાહેરાત કરવામાં આવશે. આ ACC બેઠક પછી થયું જેમાં તમામ 25 સભ્ય દેશોએ સ્થળ અંગે ચર્ચા કરવા માટે ભાગ લીધો હતો. BCCIનું વર્ચ્યુઅલ પ્રતિનિધિત્વ તેના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યું હતું.

ઢાકામાં યોજાયેલી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ની બેઠકમાં BCCI એ ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે સંમતિ આપી છે. આ ટુર્નામેન્ટ ભારતના યજમાનીમાં સંયુક્ત આરબ અમીરાતમાં રમાશે. એ લગભગ નિશ્ચિત છે કે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે એક રોમાંચક મેચ જોવા મળશે.

BCCI ટુર્નામેન્ટનું આયોજન કરશે

ACCની બેઠકમાં 25 સભ્ય દેશોએ ભાગ લીધો હતો. બેઠક પછી એ વાતની પુષ્ટી કરવામાં આવી હતી કે BCCI એ UAE માં એશિયા કપનું આયોજન કરવા માટે પોતાની સંમતિ આપી છે. BCCI નું પ્રતિનિધિત્વ કરતા ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ વર્ચ્યુઅલી બેઠકમાં ભાગ લીધો હતો. ભારત તેની બધી મેચ દુબઈમાં રમે તેવી શક્યતા છે. શિડ્યૂલ પર હજુ પણ ચર્ચા ચાલી રહી છે.

મેચ T20 ફોર્મેટમાં રમાશે

આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં રમાશે. એશિયા કપ આગામી વર્લ્ડ કપની જેમ જ ફોર્મેટમાં રમવાનું પહેલાથી જ નક્કી હતું. આવતા વર્ષે એટલે કે 2026માં T20 વર્લ્ડ કપ હશે તેથી જ એશિયા કપ T20 ફોર્મેટમાં રમાશે.

આ દેશો એશિયા કપમાં ભાગ લેશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટુર્નામેન્ટ 8 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે અને ફાઇનલ 28 સપ્ટેમ્બરે રમાશે. ભારત અને પાકિસ્તાન ઉપરાંત, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, યુએઈ, ઓમાન અને હોંગકોંગ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. જોકે, બધાની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર રહેશે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હશે. આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક રોમાંચક મેચની અપેક્ષા છે. બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ પીટીઆઈને જણાવ્યું હતું કે, અમારા ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ એસીસીની બેઠકમાં હાજરી આપી હતી. તેઓ સભ્યોને જાણ કરશે. હું અટકળોમાં માનતો નથી તેથી તમને થોડા દિવસોમાં સત્તાવાર રીતે ખબર પડશે.

 

Leave a Comment