India Vs England 5th Test:ભારતીય ફાસ્ટ બોલર્સે બોલિંગમાં એગ્રેશન દેખાડ્યું; ઇંગ્લિશ ટીમે 8 વિકેટ ગુમાવી દીધી

ઓવલ ટેસ્ટની પહેલી ઇનિંગમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે 224 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ઇંગ્લેન્ડ તરફથી પહેલી ઇનિંગમાં હેરી બ્રુક અને જોશ ટંગ ક્રિઝ પર છે. હાલ વરસાદને કારણે રમત રોકી દેવામાં આવી છે.

ગસ એટકિન્સન (11 રન)ને પ્રસિદ્ધ ક્રિષ્નાએ આકાશ દીપના હાથે કેચ કરાવ્યો. તેણે ટી બ્રેક પહેલા જીમી ઓવરટન (0 રન), જેમી સ્મિથ (8 રન) અને ઝેક ક્રોલી (64 રન)ને પેવેલિયન મોકલ્યા. મોહમ્મદ સિરાજે જેકબ બેથેલ (6 રન), જો રૂટ (29 રન) અને કેપ્ટન ઓલી પોપ (22 રન)ની વિકેટ લીધી. બેન ડકેટ (43 રન)ને આકાશ દીપે આઉટ કર્યો.

પહેલા દિવસે અણનમ પરત ફરેલા કરુણ નાયરે 57 રનની ઇનિંગ રમી હતી. જ્યારે વોશિંગ્ટન સુંદર 26 રન બનાવીને આઉટ થયો હતો. ઇંગ્લેન્ડ તરફથી ગસ એટકિન્સને 5 વિકેટ લીધી હતી. જોશ ટંગે 3 વિકેટ મેળવી હતી. ક્રિસ વોક્સના ખાતામાં એક વિકેટ આવી હતી. ગુરુવારે મેચના પ્રથમ દિવસે, ઇંગ્લેન્ડના સ્ટેન્ડ-ઇન કેપ્ટન ઓલી પોપે ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું.

ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ
  • ઇંગ્લેન્ડે ભારત સામે ટેસ્ટમાં ત્રીજી સૌથી ઝડપી 100+ રન ફટકાર્યા છે. ટીમે 14.4 ઓવરમાં 101 રન બનાવ્યા હતા. ભારત સામે સૌથી 100+નો સ્કોર ઓસ્ટ્રેલિયાએ 2011-12માં પર્થમાં 14.0 ઓવરમાં અને બાંગ્લાદેશે 2007માં મીરપુરમાં 14.1 ઓવરમાં બનાવ્યા હતા.
  • જો રૂટે ભારત સામે 2 હજાર રન પૂરા કર્યા. તે એક જ દેશમાં ભારત સામે સૌથી વધુ રન બનાવનાર બેટર છે. રિકી પોન્ટિંગે ઓસ્ટ્રેલિયામાં ભારત સામે 1893 રન બનાવ્યા હતા.

ઓવલ ટેસ્ટનો પહેલો દિવસ મિક્સ્ડ રહ્યો છે. પહેલા દિવસની રમતના અંત સુધીમાં, ભારતીય ટીમે 204 રન બનાવ્યા છે, જ્યારે ઇંગ્લિશ ટીમે 6 વિકેટ લીધી છે. ગુરુવારે રમતના અંતે, કરુણ નાયર 52 અને વોશિંગ્ટન સુંદર 19 રન બનાવીને અણનમ રહ્યા. નાયરે તેની ટેસ્ટ કારકિર્દીમાં 9 વર્ષ પછી અડધી સદી ફટકારી છે. નાયરનો છેલ્લો 50+ સ્કોર 16 ડિસેમ્બર 2016ના રોજ આવ્યો હતો. ત્યારે તેણે ચેન્નઈમાં ઇંગ્લેન્ડ સામે 303 રનની અણનમ ઇનિંગ રમી હતી.

ઇંગ્લેન્ડે લંડનના ઓવલ મેદાન પર ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું. વરસાદને કારણે, પહેલા બે સેશનમાં ફક્ત 29 ઓવર રમી શકાઈ. અત્યાર સુધી ત્રણ ભારતીય બેટર્સ પેવેલિયન પરત ફર્યા હતા.

ત્રીજું સત્ર પણ મોડું શરૂ થયું. સાઈ સુદર્શન 28 અને કરુણ નાયરે ઝીરો સાથે ઇનિંગને આગળ ધપાવી હતી. છેલ્લા સેશનની શરૂઆતમાં સાઈ સુદર્શન 38 રન, રવીન્દ્ર જાડેજા 9 રન અને ધ્રુવ જુરેલ 19 રન બનાવીને આઉટ થયા બાદ, નાયર અને સુંદરે 51* રનની ભાગીદારી કરી અને ભારતીય ટીમનો સ્કોર 200 રનને પાર પહોંચાડ્યો.

ટી બ્રેક પહેલાં, કેપ્ટન શુભમન ગિલ 21 રન, કેએલ રાહુલ 14 રન અને યશસ્વી જયસ્વાલ 2 રન બનાવીને આઉટ થયા. ઇંગ્લેન્ડ તરફથી ગસ એટકિન્સન અને જોશ ટંગે 2-2 વિકેટ લીધી. ક્રિસ વોક્સને એક વિકેટ મળી હતી.

રેકોર્ડ:
  • ભારતીય કેપ્ટન શુભમન ગિલે આ સિરીઝમાં 743 રન બનાવ્યા છે. તે શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય કેપ્ટન બન્યો છે. ગિલે સુનીલ ગાવસ્કર (732 રન)નો રેકોર્ડ તોડ્યો છે. જે ગાવસ્કરે 1978-79માં વેસ્ટ ઈન્ડિઝ સામે બનાવ્યો હતો.
  • શુભમન ગિલ ઇંગ્લેન્ડમાં શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર વિદેશી કેપ્ટન બન્યો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝના ગેરી સોબર્સ (722 રન)નો રેકોર્ડ તોડ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટને 1966માં બનાવ્યો હતો.
વરસાદને કારણે રમત બે વાર રોકવી પડી હતી

લંડનના ઓવલ મેદાનમાં વરસાદને કારણે દિવસની રમત બે વાર રોકવી પડી હતી. પહેલી વાર, વરસાદને કારણે લંચ વહેલું લેવું પડ્યું, જ્યારે બીજી વાર, વરસાદ વચ્ચે ટી બ્રેક લેવામાં આવ્યો. રાત્રે 8 વાગ્યે બીજા વિરામ પછી, છેલ્લું સત્ર રાત્રે 9:15 વાગ્યે શરૂ થયું.

Leave a Comment