ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રાથમિક શાળામાં બેગલેસ ડે ની શરૂઆત થઈ છે. જેમાં ગુજરાતની દરેક પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માં બેગલેસ ડે ની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે.

શિક્ષણ વિભાગ દ્વારા આ એક અદભુત નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓમાં બેગલેસ ડે ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના લીધે વિદ્યાર્થીઓ બેગ વગર શાળામાં પહોંચ્યા હતા. અને દરેક વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો, આ દિવસે શાળાઓમાં શિક્ષણ સિવાયની રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓએ ખૂબ આનંદ કર્યો હતો.

ન્યુ એજ્યુકેશન પોલીસી(NEP) 2020 અને NCF-SE 2023 ના મુજબ સરકારી શાળાના બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમતગમત, યોગ, ચિત્ર, સંગીત જેવી બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાયી પ્રવૃત્તિઓ કરવા દર શનિવારે બેગલેસ ડે ની ઉજવણી કરવાનો આદેશ અપાયો છે.