આજે એટલે શુક્રવારના દિવસે સોના અને ચાંદીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે જેથી રોકાણકારો આશ્ચર્યચકિત થયા છે. કોઈને ખબર નથી કે હવે સોનાનો ભાવ કઈ તરફ જશે તો ચાલો આપણે જાણીએ આજે સોનાને ચાંદીના ભાવમાં કેટલો વધારો થયો છે.

વિદેશી બજારના તણાવ વચ્ચે સોનાને ચાંદીનો નોંધપાત્ર વધારો જોવા મળી રહે છે. જેમાં આજના દિવસે વધારો જોઈને ખરીદદારો આશ્ચર્યજનક રહ્યા હતા.

છેલ્લા કેટલાક દિવસથી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો, એવામાં શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો થતા લોકોમાં આશ્ચર્ય ઉદભવ્યું હતું. 99.9 ટકા શુદ્ધતા વાળા સોનાના ભાવમાં ₹700 વધીને 99370 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું. ગુરૂવારના દિવસે સોનુ 98,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

જોવા જઈએ તો 99 5% શુદ્ધતાવાળા સોનામાં 600 રૂપિયા વધીને 98,800 રુપિયા પ્રતિ 10 ગ્રામ થયા હતા. આ ઉપરાંત ચાંદીના ભાવમાં પણ 1500 રૂપિયા ના ઉછાળો થતા 1,05,500 પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયા હતા. ગુરૂવારના દિવસે ચાંદી ₹1,04,000 પ્રતિ કિલોગ્રામ હતી.

નિષ્ણાતોના મતે અમેરિકા અને અન્ય દેશો વચ્ચે વધુ તણાવ સોના અને ચાંદીના ભાવમાં ઉછાળાનો કારણ આપી રહ્યા છે. બજારમાં અસ્થિરતાને ધ્યાનમાં રાખી રોકાણકારો સલામત વિકલ્પ ની શોધ તરફ જઈ રહ્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા થી આવતા ઉત્પાદનો પર 35% ની જાહેરાત કરી છે. અન્ય વેપાર ભાગીદારો પર 15 થી 20% ટેરીફ લાદવાનો પણ સંકેત આપ્યો છે. આનાથી વૈશ્વિક બજારોમાં ચિંતા વધી છે અને સોના અને ચાંદીની માંગમાં વધારો થયો છે.

જ્યારે પણ વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા કે તણાવ વધે છે, ત્યારે રોકાણકારો સોના અને ચાંદી તરફ આકર્ષાય છે. સોના અને ચાંદીને સુરક્ષિત રોકાણ તરીકે ઓળખવામાં આવે છે. અને આમ જ જો વૈશ્વિક બજારમાં તેણાવ વધશે તો સોના અને ચાંદીના ભાવમાં પણ વધારો થઈ શકે છે.