Test Match Moments: જો રૂટે ભારત સામે 3000 ટેસ્ટ રન પુરા કર્યા, રેડ્ડીએ એક ઓવરમાં બે વિકેટ ઝડપી.

લોર્ડ્સ લંડનમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે  ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચના પહેલા દિવસે જ વિકેટકીપર રિષભ પંત ઘાયલ થયા હતા. તેમની જગ્યાએ ધ્રુવ જુરેલને વિકેટકીપિંગ કરવા માટે આવવું પડ્યું હતું. જેમાં ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીએ પોતાની પ્રથમ ઓવર માં બે વિકેટ લીધી હતી.

પહેલા દિવસની મોમેન્ટ્સ…

સચિન તેંડુલકરે બેલ વગાડીને મેચની શરૂઆત કરાવી

ક્રિકેટના ભગવાન કહેવાતા એવા સચિન તેંડુલકર એ લોર્ડ્સના મેદાનમાં બેલ વગાડીને મેચની શરૂઆત કરી હતી. ત્યારબાદ બંને દેશોના રાષ્ટ્રગીત ગાવામાં આવ્યા હતા અને પછી પહેલો બોલ ફેકવામાં આવ્યો હતો.

 

રેડ્ડી એ પહેલી જ ઓવર માં બે વિકેટ લીધી

નીતિશ રેડ્ડીએ ઇંગ્લેન્ડના બંને ઓપનરને પેવેલિયનમાં મોકલી દીધા હતા. નીતિશ રેડ્ડી 14 મી ઓવરમાં પ્રથમવાર બોલિંગ કરવા આવ્યા હતા. તેમને બંને ઓપનર બેન ડકેટ અને જેક ક્રાઉલી ની વિકેટ લીધી હતી.

 
રિષભ પંત ઘાયલ થયો

34મી ઓવરમાં જસપ્રીત બુમરાહ ની બોલિંગ પર વિકેટકીપિંગ કરતી વખતે વિકેટકીપર રિષભ પંત ઘાયલ થયા હતા. બુમરાહ ની બોલિંગમાં પાછળ બોલ પકડતી વખતે તેમને હાથ ઉપર ઈજા થઈ હતી. ત્યારબાદ ધ્રુવ જુરેલને તેમની જગ્યાએ વિકેટકીપિંગ કરવા આવવું પડ્યું હતું.

 

 
રુટે ભારત સામે 3000 ટેસ્ટ રન પુરા કર્યા

જો રૂટ ભારત સામે 3000 ટેસ્ટ રન પુરા કરતા સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર ખેલાડી બન્યા હતા. મેચના પહેલા દિવસે રુટે ફિફ્ટી ફટકારી હતી. આ તેમની 67 ની હાફ સેન્ચ્યુરી હતી. જ્યારે સચિન તેંડુલકરના નામે 68 ટેસ્ટ ફિફ્ટી છે.

 

રવિન્દ્ર જાડેજા બેકવર્ડ કવર પર ઉભો હતા ત્યારે રૂટે કટ શોટ રમ્યો હતો અને એક રન પૂરો કર્યો હતો. આ દરમિયાન જાડેજાએ બોલ ઉપાડ્યો અને ફરીથી જમીન પર નાખી દીધો અને જો રૂટને રન લેવા માટે ઉશ્કેર્યો હતો. પરંતુ નોન સ્ટ્રાઈક પર ઉભેલા સ્ટોક્સએ ના પાડી હતી.

Leave a Comment